Singhu Border પર ભારે બબાલ, સ્થાનિકો-ખેડૂતો વચ્ચે ઘર્ષણ, SHO પર તલવારથી હુમલો
દિલ્હી (Delhi) ની સિંઘુ બોર્ડર પર જબરદસ્ત બબાલ જોવા મળી રહી છે. અહીં ખેડૂત પ્રદર્શનકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. સામસામે પથ્થરમારો થયો છે. બબાલ એટલી વધી ગઈ કે ત્યાં હાજર પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરવો પડ્યો છે.
નવી દિલ્હી: દિલ્હી (Delhi) ની સિંઘુ બોર્ડર પર જબરદસ્ત બબાલ જોવા મળી રહી છે. અહીં ખેડૂત પ્રદર્શનકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. સામસામે પથ્થરમારો થયો છે. બબાલ એટલી વધી ગઈ કે ત્યાં હાજર પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરવો પડ્યો છે.
સિંઘુ બોર્ડર (Singhu Border) ખાલી કરાવવા માટે રસ્તા પર ઉતરી પડેલા સ્થાનિક લોકો અને નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન (Farmers Protest) કરી રહેલા ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું છે. સામ સામે પથ્થરમારો થયો છે. લોકોને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા, લાઠીચાર્જ કરવો પડ્યો. મળતી માહિતી મુજબ ઉગ્ર બનેલા સ્થાનિકોએ ખેડૂતોના ટેન્ટમાં તોડફોડ કરી છે. તેઓની સિંઘુ બોર્ડર ખાલી કરાવવાની માંગણી છે. સિંઘુ બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શન વચ્ચે દિલ્હીના અલીપુર પોલીસ સ્ટેશનના SHO પ્રદીપ પાલીવાલ ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓએ તલવારથી તેમના પર હુમલો કર્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube